top of page

નિબંધ

દિવાળી
દિવાળી
ભારત એ તહેવારોનો પ્રદેશ છે. વિશ્વમાં દરેક સમુદાય અનેક પ્રકારના તહેવારો ઉજવી જીવનમાં અવનવી રીતે ઉત્સાહ અને પ્રેરણાનું સિંચન કરતા હોય છે. તેમ છતાં, ભારતમાં દિવાળીની સરખામણીએ બીજો કોઈ તહેવાર નથી! દિવાળી ભારતનો સૌથી મોટામાં મોટો તહેવાર છે. વિવિધ ધર્મના લોકો દિવાળીની ઉજવણી કરે છે. સૌથી નોંધપાત્ર, તહેવાર અંધકાર પર પ્રકાશની જીત દર્શાવે છે. આનો અર્થ એ પણ થાય છે કે અનિષ્ટ પર સારાની જીત અને અજ્ઞાનતા પર જ્ઞાન. તેથી જ તે પ્રકાશના તહેવાર તરીકે ઓળખાય છે. પરિણામે, દિવાળી દરમિયાન સમગ્ર દેશમાં ઝળહળતી રોશની જોવા મળે છે. દિવાળી એટલે ઝગમગતાં દિવડાઓનો ઉત્સવ. આ ઉત્સવ સંસ્કૃતમાં ‘દિપાવલી’ અને પ્રાકૃતમાં ‘દિવાલિયા’ નામે જાણીતો છે. દિવાળીએ ભારતનો અતિ પ્રાચીન ઉત્સવ ગણાય છે. પ્રારંભમાં આ ઉત્સવ ઋતુ ઉત્સવના રૂ૫માં હતો ૫છી સિધુ સંસ્કૃતિના યુગમાં આ ઉત્સવ નેસર્ગિકરૂપે ઉજવાતો હતો. ૫છી સમય જતાં એ કૃષિ ઉત્સવ તરીકે ઉજવાતો થયો ત્યાર૫છી એણે લોકઉત્સવનું રૂપ ઘારણ કર્યુ. દિવાળીનો ઉત્સવ વાઘબારસ, ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતુ વર્ષ અને ભાઇબીજ એમ છ દિવસ સુઘી ચાલતો તહેવાર છે. દિવાળી આવે એ ૫હેલાં જ લોકો પોતાના ઘરની સાફ-સફાઇ કરી દે છે. જુની વસ્તુઓ કાઢીને નવી વસ્તુઓ વસાવે છે. નવા ક૫ડાં ખરીદે છે. બહારગામ રહેતાં લોકો દિવાળી આવતા પોતાના વતનમાં ફરે છે. દિવાળીએ પોતાના કટુંબ સાથે હળીમળીને ઉજવાતો ઉત્સવ છે. નાના-મોટા સૌ ભેગા મળીને આ ઉત્સવ મનાવે છે. ફટાકડા ફોડે છે. રોકેટ છોડે છે. વગેરે દ્વારા સૌ આનંદ મેળવે છે. દિવાળીના તહેવારમાં ધનતેરસના દિવસે ધન(લક્ષ્મી)ની પૂજા કરવામાં આવે છે. દેવોના વૈધ ધન્વંતરીનો આ જન્મદિવસ ગણાય છે. લોકો પોતાના ઘરમાં ધનની પૂજા કરે છે. દુકાનદારો દુકાનમાં રહેલા સાધનોની પૂજા કરે છે. અને નવીન ચો૫ડાથી નવા હિસાબની શરૂઆત કરે છે. આ દિવસે સ્ત્રીઓ વહેલી ઉઠીને વડના પાંદડાંના ૫ડિયા બનાવી તેમાં દીવા પ્રગટાવી નદીઓમાં તરતા મૂકે છે. આ દિવસે ઘણાં લોકો પિતૃઓનું શ્રાધ ૫ણ કરે છે. અને ગાયોના ધણની પૂજા કરવામાં આવે છે. ગાયોને રંગથી રંગવામાં ૫ણ આવે છે. દિવાળીની સવારે આંગણા સાફ કરી રૂપાળી રંગબેરંગી રંગોળી પૂરાય છે. રાત્રે દીવા પ્રગટાવી ઘર ઝગમગતું કરાય છે. આ દિવસે બાળકો નવા ક૫ડાં ૫હેરી ફટાકડા ફોડે છે. મીઠાઇ ખાય છે. ઘરમાં ૫ણ અવનવી વાનગી આ દિવસે બનાવવામાં આવે છે. આખુ આકાશ આ દિવસે રોશની ભર્યુ લાગે છે. દિવાળી ૫છીનો દિવસ એટલે બેસતુ વર્ષ. આ દિવસે વહેલી સવારે ગામડાની સ્ત્રીઓ ઘરમાંથી અળસ કાઢે છે. હાથમાં કાળું ફૂટેલું હોલ્લુ કે તાવડીના કટકા લઇ ‘અળસ જાય ને લક્ષ્મી આવે’ એમ બોલતી બોલતી ઉકરડે નાખવા જાય છે આ દિવસે લોકો પોતાના સગાવહાલાઓને મળવા જાય છે તેમને નવા વર્ષની શુભકામના પાઠવે છે. એકબીજાને મોઢુ મીઠુ કરાવે છે. નવાવર્ષ ૫છીનો બીજો દિવસ ભાઇબીજ તરીકે ઉજવાય છે. આ દિવસે યમરાજે પોતાની બહેન યમુનાને ત્યાં ભોજન કરેલુ એવી માન્યતા રહેલી છે. તેથી આ દિવસે ભાઇ તેની બહેનના ઘરે ભાવપૂર્વક ભોજન લે છેે. ભાઇ બહેનને ઉ૫હાર ૫ણ આપે છે. દિવાળીનું ધાર્મિક મહત્વ આ તહેવારના ધાર્મિક મહત્વમાં તફાવત છે. તે ભારતમાં એક પ્રદેશથી બીજા પ્રદેશમાં બદલાય છે. દિવાળી સાથે અનેક દેવી-દેવતાઓ, સંસ્કૃતિઓ અને પરંપરાઓનો સંબંધ છે. આ તફાવતોનું કારણ કદાચ સ્થાનિક લણણીના તહેવારો છે. આથી, આ લણણીના તહેવારોને એક જ હિંદુ ઉત્સવમાં જોડી દેવામાં આવ્યા હતા. રામાયણ અનુસાર દિવાળી એ રામના પાછા ફરવાનો દિવસ છે. આ દિવસે ભગવાન રામ તેમની પત્ની સીતા સાથે અયોધ્યા પરત ફર્યા હતા. રામે રાક્ષસ રાજા રાવણને હરાવ્યા બાદ આ પરત ફર્યું હતું. વળી, રામના ભાઈ લક્ષ્મણ અને હનુમાન પણ વિજયી થઈને અયોધ્યા પાછા આવ્યા. દિવાળીના કારણ માટે એક બીજી પ્રચલિત પરંપરા છે જે છેઃ કૃષ્ણના અવતાર તરીકે ભગવાન વિષ્ણુએ નરકાસુરનો વધ કર્યો હતો. આ વિજય દુષ્ટતા પર સારાની જીત દર્શાવે છે. આનું કારણ ભગવાન કૃષ્ણ સારા છે અને નરકાસુર દુષ્ટ છે. દેવી લક્ષ્મી સાથે દિવાળીનું જોડાણ એ ઘણા હિન્દુઓની માન્યતા છે. લક્ષ્મી ભગવાન વિષ્ણુની પત્ની છે. તે સંપત્તિ અને સમૃદ્ધિની દેવી પણ બને છે. એક દંતકથા અનુસાર દિવાળી એ લક્ષ્મી વિવાહની રાત છે. આ રાત્રે તેણે વિષ્ણુને પસંદ કરીને લગ્ન કર્યા. પૂર્વીય ભારતના હિંદુઓ દિવાળીને દેવી દુર્ગા અથવા કાલી સાથે જોડે છે. આ તહેવારના ધાર્મિક મહત્વમાં તફાવત છે. તે ભારતમાં એક પ્રદેશથી બીજા પ્રદેશમાં બદલાય છે. દિવાળી સાથે અનેક દેવી-દેવતાઓ, સંસ્કૃતિઓ અને પરંપરાઓનો સંબંધ છે. આ તફાવતોનું કારણ કદાચ સ્થાનિક લણણીના તહેવારો છે. આથી, આ લણણીના તહેવારોને એક જ હિંદુ ઉત્સવમાં જોડી દેવામાં આવ્યા હતા. રામાયણ અનુસાર દિવાળી એ રામના પાછા ફરવાનો દિવસ છે. આ દિવસે ભગવાન રામ તેમની પત્ની સીતા સાથે અયોધ્યા પરત ફર્યા હતા. રામે રાક્ષસ રાજા રાવણને હરાવ્યા બાદ આ પરત ફર્યું હતું. વળી, રામના ભાઈ લક્ષ્મણ અને હનુમાન પણ વિજયી થઈને અયોધ્યા પાછા આવ્યા. દિવાળીના કારણ માટે એક બીજી પ્રચલિત પરંપરા છે જે છેઃ કૃષ્ણના અવતાર તરીકે ભગવાન વિષ્ણુએ નરકાસુરનો વધ કર્યો હતો. આ વિજય દુષ્ટતા પર સારાની જીત દર્શાવે છે. આનું કારણ ભગવાન કૃષ્ણ સારા છે અને નરકાસુર દુષ્ટ છે. દેવી લક્ષ્મી સાથે દિવાળીનું જોડાણ એ ઘણા હિન્દુઓની માન્યતા છે. લક્ષ્મી ભગવાન વિષ્ણુની પત્ની છે. તે સંપત્તિ અને સમૃદ્ધિની દેવી પણ બને છે. એક દંતકથા અનુસાર દિવાળી એ લક્ષ્મી વિવાહની રાત છે. આ રાત્રે તેણે વિષ્ણુને પસંદ કરીને લગ્ન કર્યા. પૂર્વીય ભારતના હિંદુઓ દિવાળીને દેવી દુર્ગા અથવા કાલી સાથે જોડે છે. ગુજરાતી હિંદુઓ દિવાળી પછીના દિવસને નવા વર્ષની શરૂઆત માને છે. આ પ્રકાશ તહેવાર લોકોમાં શાંતિ લાવે છે. તે હૃદયમાં શાંતિનો પ્રકાશ લાવે છે. દિવાળી ચોક્કસપણે લોકો માટે આધ્યાત્મિક શાંતિ લાવે છે. આનંદ અને ખુશી વહેંચવી એ દિવાળીનો બીજો આધ્યાત્મિક લાભ છે. પ્રકાશના આ તહેવાર દરમિયાન લોકો એકબીજાના ઘરે જાય છે. તેઓ ખુશ વાતચીત કરે છે, સારું ભોજન લે છે અને ફટાકડાનો આનંદ માણે છે. તેથી, ભારતમાં દિવાળી એક મહાન આનંદનો પ્રસંગ છે. આ ભવ્ય ઉત્સવના આહલાદક યોગદાનની કલ્પના કરી શકાતી નથી. તે ચોક્કસપણે વિશ્વના મહાન તહેવારોમાંનો એક છે.
દશેરો - વિજ્યાદશમી
દશેરો - વિજ્યાદશમી
ભારતીય સંસ્કૃતિ વીરતાની પૂજક છે શૌર્યની ઉપાસક છે. માણસ અને સમાજના લોહીમાં વીરતા પ્રકટ હોય એના માટ્વ દશહરા ઉત્સવ ઉજવાય છે. દશહરા કે વિજ્યાદશમી હિન્દુઓના મુખ્ય તહેવાર છે. આશિવન શુક્લ દશમીને વિજયાદશમીના તહેવાર ખૂબ ધૂમધામથી ઉજવાય છે. ભગવાન રામ આ દિવસે રાવણનું વધ કર્યું હતું. એને સત્ય પર અસત્યની વિઅજયના રૂપમાં ઉજવાય છે. આથી આ દશમીને વિજયાદશમીના નામથી ઓળખાય છે. દશહરા વર્ષની ત્રણ અત્યંત શુભ તિથિઓમાંથી એક છે. બીજા બે છે ચૈત્ર શુક્લ અને કાર્તિક શુક્લની પ્રતિપદા. આ દિવસે લોકો નવા કાર્ય આરંભ કરે છે , શસ્ત્રની પૂજા કરે છે. ​ પ્રાચીન કાળમાં લોકો આ દિવસે વિજયની પ્રાથના કરી રણ યાત્રા માટે પ્રસ્થાન કરતા હતા. દશહરાના પર્વ દસ પ્રકારના પાપો કામ, ક્રોધ, લોભ,મોહ , મદ ,અહંકાર આલ્સ્ય ,હિંસા અને ચોરી જેવા અવગુણોને મૂકવાની પ્રેરણા આપે છે. દશહરાને કૃષિ ઉત્સવ રીતે પણ ઉજવાય છે ! જ્યારે ખેડૂત પાક અનાજરૂપી સંપત્તિ ઘરે લાય છે તો એની ઉલ્લાસ અને ઉમંગના ઠેકાણું નહી રહે છે આ પ્રસન્ંતાને અવસર પર એ ભગવાનની કૃપા માનતા અને એના પ્રકટ કરવા માટે પૂજન કરે છે. આથી કેટલાક લોકો માટે આ રણયાત્રાના ધોતક છે કારણ કે દશહરા સમયે વર્ષા સમપ્ત થઈ જાય છે. નદીયોની પોર થમી જાય છે . આ ઉત્સવના સંબંધ નવરાત્ર થી પણ છે કારણકે નવરાત્રના સમયે જ આ ઉતસવ હોય છે અને આથી મહિષાસુરના વિરોધમાં દેવીના સહસપૂર્ણ કાર્ય ના પણ ઉલ્લેખ મળે છે. દશહરા કે વિજયાદશમી નવરાત્રીના દસમા દિવસે ઉજવાય છે. આ દિવસે રામે રાવણના વધ કર્યા હતા. રાવણ ભગવાન રામની પત્ની દેવી સીતાના અપહરણ કરી લંકા લઈ ગયા હતા. ભગવાન રામ યુદ્ધની દેવીમાં દુર્ગાના ભક્ત હતા એણે યુદ્ધના સમયે નવ દિવસ સુધી માતા દુર્ગાની પૂજા કરી અને દસમા દિવસે દુષ્ટ રાવણના વધ કરી દીધા. આથી વિજયાદશમી એક ખૂબ મહ્ત્વપૂર્ણ દિવસ છે. રામની વિજયના પ્રતીક સ્વરૂપ આ પર્વને વિજયાદશમી કહેવાય છે. દશહરા પર્વ ઉજવવા માટે જ્ગ્યા જગ્યા મોટા મેળાના અયોજન કરાય છે . અહીં લોકો એમના પરિવાર , મિત્રો સાથે આવે છે અને ખુલા આકાશ નીચે મેળાબ પૂરો આનંદ લે છે. મેળામાં રમકડા , બંગડીઓ અને ભિન્ન ભિન્ન રીતની વસ્તુઓ મળે છે સાથે ચાટના રેકડીઓ રહે છે. આ સમયે રામલીલાના આયોજન કરાય છે. રાવણના વિશાલ પુતળો બનાવીને એને સળગાવે છે. દશહરા અને વિજયાદશમી ભગવાન રામની વિજયના રૂપમાં ઉજવાય છે અથવા દુર્ગા પૂજાના રૂપમાં. બન્ને જ રૂપ આ શક્તિ પૂજા , શસ્ત્ર પૂજાઅ ,હર્ષ ઉલ્લાસ અને વિજયના પર્વ છે. રામલીલામાં જ્ગ્યા જગ્યા રાવણના વધ ના પ્રદર્શન થાય છે. ભારતીય સંસ્કૃતિ સદા જ વીરતા અને શૌર્યની સમર્થક રહી છે. દશહરાના ઉત્સવ પણ શક્તિના પ્રતીકના રૂપે ઉજવાય છે. શક્તિની ઉપાસનાના પર્વ શારદીય નવરાત્રની પ્રતિપદાથી નવમી સુધી થાય છે અને માતાની નવ શક્તિઓની ઉપાસના કરી શક્તિશાલી બના રહેવાની કામના કરે છે. ​
સરદાર વલ્લભભાઇ પટેલ
સરદાર વલ્લભભાઇ પટેલ
સરદાર વલ્લભભાઇ પટેલનું નામ સાંભળતાની સાથે જ જાણે કે આપણે એક પ્રકારનો ગર્વ અનુભવીએ છીએ. સરદાર વલ્લભભાઇ પટેલ એક અજોડ પ્રતિભા હતાં. આપણા લોક લાડીલા અને આઝાદીની ચળવળમાં મહત્વનો ભાગ ભજવનાર સરદાર વલભભાઇ પટેલને આપણે આજે આટલા વર્ષો પછી પણ ભુલી શકીએ તેમ નથી. કેમકે તેમને જે અમુલ્ય યોગદાન આપ્યુ છે આપણા દેશ માટે તેને આપણી કેવી રીતે ભુલી શકીએ! સરદાર વલ્લભભાઇ પટેલ કે જેઓને લોખંડી પુરુષ તરીકે ઓખવામાં આવે છે તેઓનો જન્મ ગુજરાતમાં નડિયાદના એક સામાન્ય ખેડુતના ઘરમાં 31મી ઓક્ટોમ્બર, 1875માં થયો હતો. તેમના માતા-પિતા ખુબ જ ધાર્મિક હતાં. વલ્લભભાઇએ તેમનું શિક્ષણ ગુજરાતીમાં જ લીધું હતું. ત્યાર બાદ તેઓ 1910માં વકીલાત માટે ઇગ્લેંડ ગયાં હતાં. 1913માં તેઓને વકીલની પદવી મળ્યા બાદ ભારત પાછા ફર્યા હતાં. ત્યાર બાદ તેઓ ગાંધીજીથી પ્રભાવીત થઈને આઝાદીની ચળવળ માટે તેમની સાથે જોડાઇ ગયાં હતાં. ગાંધીજી અને સરદાર વલ્લભભાઇનો સંબંધ ગુરુ-શિષ્ય જેવો હતો. વલ્લભભાઇને ખેડૂતો પ્રત્યે ખુબ જ પ્રેમ હતો. તેથી તેઓએ ખેડૂતો માટે ખુબ જ સારા કાર્યો કર્યાં હતાં. જ્યારે 1928માં સરકારે ખેડૂતો પર જમીનને લગતો ટેક્સ નાંખ્યો ત્યારે તેઓએ ખેડૂતોને સત્યાગ્રહ માટે તૈયાર કર્યાં અને તે ટેક્સ ભરવાની મનાઇ કરી દીધી. તેઓએ ખેડૂતો સાથે મળીને બારડોલી સત્યાગ્રહ કર્યો હતો. તેથી સરકારે વલ્લભભાઇને અને ખેડૂતોને પણ જેલમાં પુરી દીધા હતાં. ત્યારથી ગાંધીજીએ તેમને 'સરદાર'નું બીરુદ આપ્યુ હતું. 1930 માં જ્યારે ગાંધીજીએ મીઠા માટે સત્યાગ્રહ કર્યો હતો ત્યારે તેમાં પણ વલ્લભભાઇ તેમની સાથે હતાં. 1942માં ગાંધીજીએ 'ભારત છોડો' આંદોલન શરૂ કર્યું ત્યારે પણ બ્રીટીશ સરકારની વિરુધ્ધ વલ્લભભાઇ તેમની સાથે હતાં તેથી બ્રીટીશ સરકારે ગાંધીજી, જવાહરલાલ સહિત વલ્લભભાઇને પણ જેલમાં પુરી દીધા હતાં. તેઓ પોતાના દેશ માટે ઘણી વખત જેલમાં ગયાં હતાં. તેઓ જ્યારે જેલમાં હતાં તે સમયે જ તેઓના માતા પિતાનું મૃત્યું થઈ ગયું હતું છતાં પણ તેઓ સહેજ પણ નહોતા ડગ્યાં. તેઓનુ મૃત્યું 1950માં ડીસેમ્બરમાં બોમ્બેમાં થયું હતું. તે સમયે જાણે કે ગુજરાતને કોઇ મહાન યોધ્ધો ગુમાવ્યો હોય તેટલો આધાત લાગ્યો હતો. ગુજરાતમાં આવા મહાન પુરૂષો પહેલા પણ હતાં અને આજે પણ છે અને હંમેશા થતાં આવશે. પણ બીજા સરદાર વલ્લભભાઇ પટેલ ક્યારે મળશે તે ખબર નથી. આવા મહાનુભવોને લીધે જ આજે ગુજરાતનો જયજયકાર થઈ રહ્યો છે.
માતૃપ્રેમ
માતૃપ્રેમ
ઈશ્વરે પ્રેમનું સર્જન કર્યું હશે ત્યારે સૌથી પ્રથમ માતા બનાવવાનું વિચાર્યું હશે ! અનન્વય અલંકારમાં કહીએ તો… વાત્સલ્યની મૂર્તિ એટલે મા, મા એટલે વાત્સલ્યની મૂર્તિ . એના જેવી વ્યકિત આ જગતમાં કયાંય મળે એમ નથી ! માતાનો જોટો જડવો. બાળકને જન્મ આપનાર અને એનું લાલનપાલન કરી જીવનનું સુયોગ્ય ઘડતર કરનાર માતાની મૂલ્યવાન સેવાનો બદલો કોનાથી વાળી શકાય એમ છે ? બાળક ઉદરમાં હોય ત્યારથી માંડીને એ મોટું ને સમજણું થાય ત્યાં સુધીમાં, અનેક કષ્ટો વેઠનાર અને પોતાના શરીર-સુખના ભોગે પોતાના બાળકની માવજત કરનાર માતાને જો ઈશ્વરે પેદા જ ના કરી હોય તો આપણું શું થાત ? કોણે લાલન પાલન કર્યુ હોત, કોણે આપણને સંસ્કાર આપ્યા હોત. કોણે આટલો પ્રેમ લૂટાવ્યો હોત.. માતાનુ મહત્વ તો તમે એકવાર જઈને અનાથાશ્રમમાં રહેતા બાળકોને જોઈને કે તેમની સાથે વાતચીત કરીને જોશો તો સમજાશે. મુશકેલ છે. ખુદ ઈશ્વર પણ એની જોડે બેસી શકે તેવો નથી ! સાચે જ, જગતમાં સૌ સગા સ્નેહીજનો વચ્ચે માતાની ત્યાગનીમૂર્તિ, બલિદાનનીમૂર્તિ,સૌજન્યનીમૂર્તિ અને પ્રેમ/ત્યાગનીમૂર્તિ પૂનમના ચાંદ જેવી ઝળહળે છે. ? જગતમાં સર્વપ્રથમ અને બાળકના મુખમાંથી નિકળતો પ્રથમ જો શબ્દ હોય તો તે ‘મા’ ‘મમ્મા’છે. This content was published by Gujju Student. કવિઓએ માતૃપ્રેમનો મહિમા મુકતકંઠે ગાયો અને બિરદાવ્યો છે. કવિ બોટાદકરે પોતાની કવિતામાં કહ્યું છે કે, “જનનીની જોડ સખી નહિ જડે રે લોલ ! માતા એ માતા જ છે. પચેહે એ આઠ બાળકોની માતા હોય કે એકના એક સંતાનની ! માતાને મન એનુ પ્રત્યેક બાળક કાળજાનો કટકો છે. માતા ગરીબ ઘરની હોય કે શ્રીમંત ઘરની.. એના વાત્ય્સલયનુ ઝરણું તો અખૂટપણે વહ્યા જ કરે છે. વળી બાળક હ્રષ્ટપુષ્ટ અને દેખાવડુ જ હોય એ કાઈ જરૂરી નથી. માતાને મન તો એનુ લુલુ લંગડુ કે બહેરુ બોબડુ બાળક અપ્જ ગુલાબના ખીલેલા ગોટા જેવુ જ હોય છે. માતાને ઘડીને ઈશ્વરે હાથ ધોઈ નાખ્યા છે એમ કહીએ તો જરાય ખોટુ નથી. બાળક માંદુ પડે. નિશાળેથી આવતા થોડુ મોડુ થાય કે કોઈ ચીજ મેળવવા માટે ધમપછાડા કરે ત્યારે માતા લાખ કામ પડતા મુકીને કેવી બેબાકળી અને ચિંતાતુર બની જતી હોય છે ! બાળકના સુખે સુખી અને બાળકના દુખે દુ:ખી થનારી, રાત દિવસ તેના હિતની પ્રાર્થના કરનારી માતા જેવી ત્યાગમૂર્તિ જગતમાં બીજી કોઈ છે ખરી ? જીવન નૈયાનુ સુકાન માતા છે. મા વિનાના બાલકોની સ્થિતિ અત્યંત દયાજનક અને અશ્ય હોય છે. રેટિયો કાતતી મા ઘોડે ચડતા બાપ કરતા હજાર દરજ્જે સારી છે. જીવનનુ સબરસ મા છે. એનો ત્યાગ એનુ વાત્સલ્ય એનુ માઘુર્ય એ તો સંતાનના જીવનની અણમોલ અદ્વિતીય મુડી છે. આખા જગતનો આધાર માતાની આગળી છે .એની આંગળીમાં અભય છે. સામે વાઘ આવીને ઊભો હોય પણ દીકરાએ જો માની આંગળી ઝાલી હશે તો એને બીક નહી લાગે ! એની આંગળી નિર્ભય છે. ‘મા’ શબ્દ જ મમતાથી ભરેલો છે. પશુ હોય કે પક્ષી હોય માતાનો પ્રેમ એના પોતાનાં બચ્ચાં માટે અપાર હશે, ગાય પોતાના વાછરડાંને, કૂતરી પોતાનાં ગલૂડિયાંને. ચકલી પોતાનાં બચ્ચાંને,વાદરી પોતાનાં બચ્ચાને પ્રેમસ્નેહ કરતાં થાકતી નથી. કેવાં સાચવે છે,ચાટે છે અને ખવડાવે છે. અબોલા પ્રાણીમાં જો આટલી માયા ને લાગણી હોય તો માનવ-માતાની તો વાતા જ શી કરવી ? જગતમાં દરેક મહાન પુરુષોના જીવન ઘડતરમાં તેમની માતાનો ફાળો અનન્ય અને અનમોલ રહ્યો છે. તે બાળકની પ્રેરણાદાત્રીની છે. નેપોલિયન જેવાને કહેવું પડેલું કે, “ એકમાતા એ સૌ શિક્ષકની ગરજ સારે છે.” માતા સંતાનના ચારિત્ર્યનું ઘડતર કરે છે,તે થકી સમાજનું અને રાષ્ટ્રનું ઘડતર થાય છે. આ “મા ”બનવુ પણ સહેલુ નથી કારણકે નવ માસના ગર્ભધાન પછી આકરી પ્રસૂતિની પીડા અને શિશુપાલનની અઢળક જવાબદારી એ અનેક બલિદાન માંગી લે છે. અને આ બધુ એક સંપૂર્ણ નિસ્વાર્થ ભાવનાથી માત્ર પોતાના દેવના દીધેલા માટે.....!!આટલુ જતન કરીને વખત આવે તો પેટે પાટા બાંધીને પુત્રનુ જતન કરનાર માતાને ઘડપણમાં જો પુત્ર તરફથી પ્રેમને બદલે તિરસ્કાર, સહારાને બદલે અપમાન મળે અને મદદને બદલે કુવચનો સાંભળવા મળે તો એ પુત્રને પુત્ર કહેવો કે પત્થર ? આટલુ થવા છતા માતા કાયમ પોતાના દીકરાને આશીર્વાદ જ આપતી રહે છે. તેથી જ તો કહેવાય છે કે "છોરું કછોરું થાય પણ માતા કુમાતા ન થાય.
ડો. ભીમરાવ  આંબેડકર
ડો. ભીમરાવ આંબેડકર
​જન્મ - 14 એપ્રિલ, 1891 મૃત્યુ - 6 ડિસેમ્બર, 1956 અમે છે દરિયો અમને અમારું કૌશલ ખબર છે જે તરફ નીકળી જશુ ત્યાં જ રસ્તો બનાવી લઈશુ. આ જ પંક્તિ ડો. આંબેડકરના જીવન સંઘર્ષનું પ્રતીક છે. તે અનન્ય કોટિના નેતા હતા, જેમણે પોતાનું આખુ જીવન ભારતનું કલ્યાણ કરવામાં લગાડી દીધુ. ખાસ કરીને ભારતના 80 ટકા દલિતો આર્થિક રૂપે શાપિત હતા. તેમને અભિશાપથી મુક્ત કરવાનો ડો. આમ્બેડકરના જીવનનો મૂલ મંત્ર હતો. 14 એપ્રિલ 1891માં મહુમાં સૂબેદાર રામજી શંકપાલ અને ભીમાબાઈની ચૌદમી સંતાનના રૂપમાં ડો,ભીમરાવ આંબેડકરનો જન્મ થયો. તેમના વ્યક્તિત્વમાં સ્મરણ શક્તિની પ્રખરતા, બુધ્ધિમાન, ઈમાનદારી, સત્યતા, નિયમિતતા, દ્રઢતા, પ્રચંડ સંગ્રામી સ્વભાવનો મણિકાંચન મેળ હતો. સંજોગવશ ભીમરાવ સાતારા ગામના એક બ્રાહ્મણ શિક્ષકને ખૂબ ગમ્યા. તેઓ અત્યાચાર અને લાંચનના તીવ્ર તડકામાં ટુકડો વાદળની જેમ ભીમને માટે માઁનો પાલવની છાયા બની ગયા બાબા સાહેબે કહ્યુ - વર્ગહીન સમાજ રચતા પહેલા સમાજને જાતિવિહિન કરવો પડશે. સમાજવાદ વગર દલિત-મહેનતી માણસોની આર્થિક મુક્તિ શક્ય નથી. ડો. આંબેડકરનો અવાજ ગૂંજી ઉઠ્યો -'સમાજને શ્રેણીવિહીન અને વર્ણવિહીન કરવો પડશે. કારણ કે શ્રેણીએ માણસને ગરીબ અને વર્ણએ માણસને દલિત બનાવી દીધો. જેની પાસે કશુ નથી, તેવા લોકો ગરીબ મનાય છે. અને જે કશુ નથી તેઓ દલિત સમજાય છે. બાબા સાહેબને સંઘર્ષનું બ્યુગલ વગાડીને આહ્વાન કર્યુ, 'છીનવેલા અધિકારો ભીખમાં નથી મળતા, અધિકાર વસૂલ કરવાનો હોય છે. તેમણે કહ્યુ કે 'હિન્દુત્વનું ગૌરવ વધારનારા વશિષ્ઠ જેવા બ્રાહ્મણ, રામ જેવા ક્ષત્રિય, હર્ષ જેવા વૈશ્ય અને તુકારામ જેવા શુદ્ર લોકોએ પોતાની સાધનાનું પ્રતિફળ જોડ્યુ છે. તેમનું હિન્દુત્વ દીવાલો વચ્ચે બંધ નથી પણ, ગ્રહિષ્ણુ, સહિષ્ણુ અને ચલિષ્ણુ છે. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે ભીમરાવ આંબેડકરને મેધાવી વિદ્યાર્થીના નાતે શિષ્યવૃત્તિ આપીને 1913માં તેમને વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા મોકલી દીધા અમેરિકામાં કોલંબિયા વિશ્વવિદ્યાલયમાં રાજનીતિ વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, માનવ વિજ્ઞાન, દર્શન અને અર્થ નીતિનો ઉંડો અભ્યાસ બાબા સાહેબે કર્યો હતો. ત્યાં ભારતીય સમાજનો અભિશાપ અને જન્મસૂત્રથી મળતી અસ્પૃશ્યતા નહોતી. તેથી તેમને અમેરિકામાં એક નવી દુનિયાના દર્શન થયા. ડો, આમ્બેડકરે અમેરિકામાં એક સેમિનારમાં 'ભારતીય જાતિ વિભાજન' પર પોતાનો પ્રખ્યાત શોધ-પત્ર વાચ્યો, જેમાં તેમના વ્યક્ત્તિત્વની ચારેબાજુ પ્રશંસા થઈ. ડો. આંબેડકર સિવાય ભારતીય સંવિધાનની રચના માટે કોઈ બીજો વિશેષજ્ઞ ભારતમાં નહોતો. તેથી સર્વસમ્મતિથી ડો. આંબેડકરને સંવિધાન સભાની પ્રારુપણ સમિતિના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા.
વીર ભગતસિંહ
વીર ભગતસિંહ
ભારત તો વીરોની ભુમી કહેવાય છે. તેવા એક મહાન શહીદ વીર થઈ ગયાં જેમનું નામ હતું ભગતસિંહ. ન જાણે કેટલાયે વીરો થઈ ગયાં અહીંયા અને આગળ પણ થશે પરંતુ ભગતસિંહ જેવા ન તો કોઇ પહેલા થયાં હતાં કે ન આગળ થશે. છતાં પણ તે દરેક વ્યક્તિ માટે એક જબરજસ્ત પ્રેરણારૂપ સમાન છે. જે ખુબ જ ઓછુ જીવ્યા પણ એકદમ ખુમારીથી અને કોઇ પણની ગુલામી વિના. તેઓ હાલ પણ દેશભક્તિની એક જીવતી જાગતી મિશાલ છે. ભગત સિંહ કે જેમનુ નામ લેતા જ આપણી અંદર એક પ્રકારનું જનુન આવી જાય છે અને એક સાચા દેશભક્તની છબી આપણી સામે આવી જાય છે તેઓ માત્ર 23 વર્ષની ઉંમરમાં જ શહીદ થઈ ગયાં હતાં અને આટલી નાની ઉંમરમાં પણ તેઓએ દેશ માટે ઘણુ બધુ કર્યું હતું. કે જેને આપણે સદીઓ સુધી ભુલી શકીએ તેમ નથી. તેઓ આજે પણ નવયુવાનો ને જાણે કે પ્રેરણા આપતાં હોય તેવું લાગે છે. પિતાનું નામ સરદાર કિશનસિંહ હતું. ભગતસિંહ નાનપણથી જ દેશભક્તિના વાતાવરણમાં જન્મ્યા હતાં. પરંતુ કરતાર સિંહનાં મૃત્યુંની તેઓના મગજ પર ખુબ જ ઉંડી અસર થઈ હતી જેઓને તેઓ પોતાના આદર્શ માનતા હતા અને તેમને 19 વર્ષની ઉંમરે ફાંસી પર લટકાવી દીધા હતાં. તેમને મનમાં નિશ્ચય કર્યો હતો કે ગમે તે થાય પરંતુ તેઓ અંગ્રેજોને ભારતમાંથી ભગાવીને જ જંપશે તેના માટે તેઓ પોતાની કુરબાની આપવા માટે પણ તૈયાર થઈ ગયાં હતાં. જ્યારે જલીયાવાલા બાગનો હત્યાંકાંડ થયો હતો તે સમયે અંગ્રેજોએ હજારો નિર્દોષો પર ગોળીઓ ચલાવી હતી જે જોઈને ભગતસિંહનું મન ખુબ જ હચમચી ગયું હતું. તે વખતે તેઓએ ત્યાં પડેલા શહીદોના લોહીને અડકીને અંગ્રેજોને ભગાડવાની કસમ લીધી હતી. તેમના આ સાહસમાં તેમના ભાગીદાર હતાં સુખદેવ અને રાજગુરુ. જે તેમના ખાસ મિત્રો હતાં. સાઇમન કમીશનને કારણે લાલા લજપતરાયનું મૃત્યું થયું હતું તેથી ભગતસિંહ અને રાજગુરુએ ભેગા મળીને સાયમન કમીશન મી. સુંદરની હત્યા કરી હતી. ત્યાર બાદ તેઓએ અંગ્રેજો દ્વારા જાહેર કરેલ 'યુનીયન ડીસપ્યુટ બીલ' અને ' પબ્લીક સેફ્ટી બીલ' નો વિરોધ કર્યો હતો. અને બ્રીટીશ ગવરમેન્ટની એસેમ્બલીમાં બોમ્બ ફેક્યો હતો. તેથી ભગતસિંહ અને તેમના મિત્રોની ધરપકડ કરવામાં આવી હતી. અને ત્યાર બાદ 1929, 8મી એપ્રીલે ભગતસિંહ સહિત સુખદેવ, રાજગુરુ અને શિવારામને ફાંસી આપવામાં આવી હતી. This content was shared by Gujju Student. ફ્કત 23 વર્ષની નાની ઉંમરમાં જ ભગતસિંહે દેશ માટે ઘણુ બધુ કર્યું હતું. તેથી તેમને શહીદ ભગતસિંહ કહેવામાં આવે છે. આજે પણ દેશમાં જો કોઇ નવયુવાન કાંઇ સાહસનું કામ કરે તો તેને ભગતસિંહ સાથે સરખાવવામાં આવે છે. ભારત એક મહાન દેશ છે કે જેમાં આવા શહીદ વીરો તે સમયે પણ હતાં અને અત્યારે પણ છે જે દેશના નામે કાંઇ પણ કરવા માટે તૈયાર છે. પોતાની માતૃભુમિની રક્ષા માટે આજે પણ બોર્ડર પર બેસીને તેની રક્ષા કરનાર યુવાનો છે કે જેઓ વિચારે છે અમને ચાહે ગમે તે થઈ જાય પરંતુ મારા રાષ્ટ્ર પર આંચ ન આવવી જોઈએ. તેથી તો આજે ભારત સામે આંખ ઉંચી કરીને જોવાની કોઇની હિંમત નથી થતી. ભગતસિંહ જેવા શહીદવીરોને કારણે આપણને આઝાદી મળી હતી અને આજે તેવા જવાનોને કારણે આપણો દેશ સુરક્ષીત છે અને આપણે શાંતિથી રહી શકીએ છીએ. ધન્ય છે આવા જવાનોને અને ધન્ય છે તેમની જનેતાઓને પણ જેઓ આવા વીરોને જન્મ આપે This content was shared by Gujju Student & WebDunia
પર્યાવરણ સુરક્ષા & પ્રદૂષણ
પર્યાવરણ સુરક્ષા & પ્રદૂષણ
એકવીસમી સદીને ઉબરેં આવીને ઉભેલા વિશ્વ સમક્ષ જે આજે કોઈ સૌથી મોટી ચિંતાજનક સમસ્યા હોય તો તે છે. પર્યાવરણની જાળવાણે! ભૂતકાળમાં ક્યારેક નહોયતી થએ એવી આ ચિંતા થવા પાછળ કોઈ એક બે કારણ નથી, એવા અનેલ વજૂદવાળા કારણો છે જેણે કેવળ ભણેલાગણેલા માનવીઓની જ નહિ, ભલભલા માંધાતાઓની પણ ઉંઘ હરામ કરી દીધી છે. "ભોપાલ ગેસ હોનારત" તો જેની આગળ "ચટણી " જેવી ગણાય. એવી ભયંકર હોનારતો મહાસત્તાઓના ઘરઆંગણે બની રહી છે. અને એનો સિલસિલો કયાં સુધી લંબાશે અને કોને હડપ કરી જશે એ કોઈ જાણતું નથી. વીસમી સદીમાં એવું તે શું બન્યું કે પર્યાવરણની જાણવણી માનવહસ્તી માટે એક પડકાર બનીને ઉભી થઈ ગઈ ? આવો પ્રશ્ન થાય એ સ્વભાવિક છે. આ કોઈ કુદરતસર્જિત આપત્તિ નથી. માનવસર્જિત આફત છે. એટલું તો સૌ કોઈ સમજે છે કેમ કે આ તો "હાથના કર્યા જ હૈયે વાગ્યા" છે. વિજ્ઞાન અને ટેક્નોલોજીની અભૂતપૂર્વ સિદ્ધિઓની ફુલાઈ ગયેલા માનવીએ કુદરતને નાથવાના અને સંપત્તિની જમાવટ કરીને ભૌતિક-દૈહિક સુખ ભોગવવાના જે ખતરારૂપ અખતરા કર્ય તેન એ લીધે જ "પ્રદૂષણ" નો ધોધ છૂટયો ; જેણે પર્યાવરણનું પાવિત્ર્ય છિન્નભિન્ન કરી નાખ્યું. એટલું જ નહી, કુદરતી સમતુલાને એટલી હદે ખોરવી નાખી કે, એકબીજાને આધારે ટ્કતી-નભતી જીવંત સૃષ્ટિની જીવનશૈલી પ્રદૂષિતને કલુષિત થતાં. હવા-પાણી અનાજ શાકભાજી બધું જ અશુદ્ધ અને જંતુયુક્ત બની જતાં. માનવીના આયુષ્ય અને આરોગ્ય માટે ભયંકર ખતરો ઉભો થયો. પશુ, પક્ષી,સમુદ્રજીવન, વૃક્ષ-વનસ્પતિ બધું હ "હું ભોગવું તેમ ભોગવાય" એવા મિથ્યા ખ્યાલમાં રાચતા માનવીના હાથમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીનું અમોઘ શસ્ત્ર આવ્યું અને એણે ટર્બાઈન પંપની સહાયથી ભૂગર્ભ જળની અને ખનિજ તેલની રાશિને અનિતયંત્રિત રીતે ઉલેચવા માંડી. કારખા અને વસવાટની જંગી ભૂખ સંતોષવા તોતીંગ વૃક્ષો ધરાશાયી કર્યા. રાસાયણિક ઉદ્યોગની જડીબુટ્ટી હાથ આવી એટલે રાક્ષસી જદના કારખાના નાખ્યા આ કારખાનાએ સલ્ફર ડાયોક્સાઈડ માંડી અનેક ઝેરી ગેસ ઓકવા માંડ્યા એટલું જ નહિ , રોજનું અબજો ગેલા પાણી વાપરી વાપરીને, અશુદ્ધ થયેલા દૂષિત જળ કયાંક સમુદ્રમાં, કયાંક સરોવરમાં, કયાંક નદીમાં, કયાંક કોતરમાં તો , કયાંક ખાણોમાં પડતરોમાં ઠાલવવા માંદ્યા. આ ઉચ્છિષ્ટ, અપેય, અનુપયોગી જળની સાથે રસાયણોનું મિશ્રણ પર ઠલવાતું ગયું. પરિણામે નદી, સરોવર, સમુદ્રના પાણી એવા વિનાશક થયા કે યુગોથી જે વિઘાતક અસર થઈ એના આંકડા જો પ્રગટ થાય તો એ વાંચીને જ કઈકના હાર્યફેઈલ થઈ જાય! આજના સ્વાથી માણસો પોતાને માટે મોજશોખની વસ્તુઓ મેળવવા પાર્યવરણો નાશ કરે છે. દંતૂશૂળ મેળકકા તે હાથીઓનો શિકાર કરે છે. પીંછા મેળવવા મોરએ મારી નાખે છે. મુલાયમ રૂવાંટીવાળાં પર્સ બનાવવા તે સસલાંને રહેંસી નાખે છે. ઘરનું રાચરચીલું બનાવવા તે આડેધડ વૃક્ષો કાપે છે. આમ, માનવી પોતે જ પર્યાવરણની સમતુલાને જોખમમાં મૂકી રહ્યા છે. અંતે તો, પર્યાવરણની જાળવણીના તાતકાલિક અમલમાં આવે એવા બે ઉપાયો યોજવા "વિશ્વ પર્યવારણ દિવસ" પ્રતિજ્ઞા લેવાઈ છે; 1. ઓદ્યોગિક પ્રદૂષણ રોકવું અને 2. કુદરતે જન્માવેલી વનશ્રી, જળસંપત્તિ પ્રાણજીવનને નષ્ટ્પ્રાય થતું અટકાવવું. તેના અમલીકણ માટે કેવળ સરકાર કે સરકારી તંત્ર જ નહિ એકચેક જાગૃત નાગરિક આગળ આવે તો જ આપણે પર્યાવરણની જાણવળીનો યક્ષપ્રશ્ન ઉકેશી શકીએ.
સ્વતંત્રતા દિવસ
સ્વતંત્રતા દિવસ
ભારત એક વિશાળ દેશ છે. તેમા અનેક ધર્માનુયાયી વિવિધ જાતિયો વિવિધ ભાષા બોલનારા લોકો રહે છે. વેશભૂષા ખાન-પાન બોલચાલની દ્રષ્ટિએ વિવિધતા લક્ષિત થાય છે. પણ આ અનેકતાની પાછળ એકતાની ભાવના ચોક્કસ રહેલી છે. આ અહીની સામાજીક સંસ્કૃતિની વિશેષતા રહી છે. ​ એકતાની આ અનુભૂતિને આપણે સામાજીક રાજનૈતિક જીવનના નિર્માણમાં મદદ કરી છે. આપણા દેશમાં ધર્મ અને મજહબને માનવાની પુર્ણ સ્વતંત્રતા છે. પણ તેનો અયોગ્ય લાભ ન ઉઠાવવો જોઈએ. ધર્મ અને મજહબ ત્યા સુધી છે જ્યા સુધી દેશ સુરક્ષિત છે. જો દેશની સ્વતંત્રતા જ સંકટમાં પડી જશે તો આપણે અને આપણો ધર્મ ક્યાયના નહી રહે. આપણે એ વાતોને પ્રોત્સાહિત કરવાની છે જેમા એકતાની ભાવના મજબૂત થાય છે. ભાવનાત્મકતા એકતાની સૌથી મોટી જરૂરિયાત છે. એ હ્રદય નહી પત્થર છે. જેમા સ્વદેશનો પ્રેમ નથી વાસ્તવમાં માતા અને માતૃભૂમિના મોહથી મનુષ્ય મૃત્યુ સુધી મુક્ત નથી થતો. આ બંનેના એટલા ઉપકાર હોય છે કે માનવ તેમાંથી આજીવન ઋણમુક્ત નથી થઈ શકતો. માતૃભૂમીના સન્માનની રક્ષા માટે તે પોતાનુ બલિદાન આપવામાં પરમ આનંદ અનુભવે છે. Content shared by Gujju Student website. દેશહિત માટે પોતાનુ સર્વસ્ત્ર બલિદાન કરવામાં જે સુખ શાંતિ મળે છે તેનુ મૂલ્ય કોઈ સાચો દેશ ભક્ત જ સમજી શકે છે. દેશ સેવા અને પરોપકાર જ તેનો ધર્મ હોય છે. દેશવાસીઓના સુખ દુખમાં જ તેનુ સુખ દુખ રહેલુ હોય છે. તેની અંતરાત્મા સ્વાથરહિત હોય છે દેશની સર્વાગીણ ઉન્નતિ માટે સ્વદેશ પ્રેમ પરમ જરૂરી છે. જે દેશના નિવાસી પોતાના દેશના કલ્યાણમાં પોતાનુ કલ્યાણ પોતાના દેશના અભ્યુદયમાં પોતાનો ઉદય સમજવો જોઈએ.
મકરસંક્રાંતિ
મકરસંક્રાંતિ
સૌનો પ્રિયમાં પ્રિય તહેવાર એટલે ઉતરાયણ(મકરસંક્રાતિ)! પતંગોનો મહોત્સવ! પ્રતિ વર્ષ આપણે જાન્યુઆરીની ચૌદમી તારીખે ઉત્તરાયણનો તહેવાર ઉજવીએ છીએ , એની મજા લૂંટીએ છીએ. ખાસ કરીને આપણે ભૌગોલિક દ્ર્ષ્ટિએ જોવા જઈએ તો 22 મી ડિસેમ્બરથી જ સૂર્યઉતર દિશા તરફ ખસવા માંડે એટલે કે સૂર્યનું ઉત્તરાયણ 22 મી ડિસેમ્બરથી જ થાય છે. પરંતુ કોઈ જાણે કેમ આપણે વર્ષોથી 23 જેટલા દિવસ જવા દઈએ 14મી જાન્યુઆરીએ(પછી એ દિવસે વિક્રમ સંવતની તિથિ ગમે તે હોય! ઉત્તરાયણ છીએ. આપણા દેશમાં રાષ્ટ્રીય, સામાજિક અને ધાર્મિક એમ ત્રણ પ્રકારના તહેવાર ઓ વર્ષ દરમિયાન ઉજવાય છે તેમાં ઉત્તરાયણને આપણે સામાજિક તહેવાર કહી એ શકીએ કેમ કે સમાજના નાના મોટા, આબાલવૃદ્ધ , સ્ત્રી અમે પુરૂષ , શ્રીમંત અને ગરીબ , હિંદુ અને મુસલમાન , ખ્રિસ્તી અને પારસી , જૈન અને શીખ , શેઠ અને નોકર તમનને માટે આ તહેવારનું પોતપોતાની રીતી આગવું મહ્ત્વ છે. કેટલાક લોકો આ પર્વને મકરસંક્રાતિ ના નામે ઓળખે છેૢ સૂર્ય મકરવૃત તરફ ગમન કરે છે સંક્રાંત થાય છે એ ઉપરથી આ નામ પડ્યું છે ગમે તેમ પણ આ તહેવારની અનોખી અદા છે. મોટા શહેરમાં તો દિવાળી પછી તરત જ ઉત્તરાયણની પૂર્વ તૈયારી શરૂ થઈ જાય છે . વાંસ ચીને એમાથી ઢટ્ટા કમાન બનાવવાનું અને જાતજાતના આકારની ને રંગની પતંગો બનાવવાનું કામ પૂરજોશમાં ચાલૂ થઈ જાય છે બીજા બાજુ દોરી પાવાનું (દોરી રંગવાનું) કામ પણ યુદ્ધના ધોરણે શરૂ થાય છે. રાત્રે મોડે સુધી પેટોમક્ષના અજવાળે કે ભરે વોલ્ટેજ ના ગોળા લગાવીને ધંધાદારી દોરી પાનારા લોકોની સેવા કરે છે . એમાંય વળી ઉતરાયણની આગલીરાતે તો સૂરત-વડોદરા-અમદાવાદ જેવા શેહેરોમાં આખી રાતનું " પતંગ બજાર" ભરાય છે. શોખીન લોકો તે રાત્રે જ એકાદ ડ્ઝન જેટલી પતંગો કિન્ના બાંધીને કયારે સૂર્યોદય થાય ને ક્યારે મેદાનમાં કે ધાબે -છાપરે જઈને એની રાહ જોવામાં પુરો ઉંઘતા ય નથી !ગૃહિણીઓ પણ આગલી રાત્રે તલ -સાંકળે કે તલના લાડુ બનાવી રાખે છે . સાથે બોર , જામફળ ને શેરડી તો ખરા જ ! કોઈ કોઈ તો ઉત્તરાયણની બપોરે ઉંધીયું ખાતા ખાતાં એ કાટા એ..... કાટાની..... બૂમો પાડવાનો આનંદ લૂટવાનું પણ આયોજન કરે છે. ઉત્તરાયણના રોજ વહેલી સવારથી જ પતંગના શોખીનો ઠંડીની પરવા કર્ય વિના હાથે ગરમ મોજાને સાથે ગરમ ટોપી ચડાવીને પતંગ યુદ્ધ નો મંગલ પ્રારંભ કરી દે છે. આઠ નવ વાંગતામાં તો આખું આકહાશ રંગબેરંગી પતંગોથી એવું છવાઈ જાય છે આ નવા પકીઓ કયાંથી આવ્યા તેની ચિંતામાં ને ગભરામણમાં કાગડા કાબર કબૂતર અને સમડી ઉડાઉડ કરી મૂકે છે . સમડીની મોટી પાંખમાં પતંગની દોરી ભરાઈ જવાના તો ઘણા બનાવા બને છે. કેટલાક ધાર્મિક હિન્દુઓ આ દિવસે બ્રાહમણોને દાન આપે છે ગાયોને ઘાસ ખવડાવે છે અને ગરીબોંર ગરમ સૂતરાઉ ધાબડા-કામડા ઓઢાડે છે. બાળકોના આનંદની તો કોઈ સીમાન જ નથી હોતી ! આનંદના અતિરેકમાં કેટલાક બાળકો ધાબા-છાપરા પર થ ઈ ભોંય પટકાય છે ગંભીર રીતે ઘવાય છે નએ કોઈ કોઈ તો જાન પણ ગુમાવે છે ત્યારે એ કુંટુંબ પૂરતા આ તહેવાર ગોઝારો બની જાય છે. પતંગ ચગાવવામાં કોઈને વાંધો નથી ન હોવો જોઈ પરંતુ અત્યરાની અસહ્ય મોંઘ્વારી પતંગદોરીના ભાવ આસમાને ચડ્યા છેત્યારે ખરીદેમાં થોડું કાપ મૂકીઈ જરૂરી છે. કપાયેલો પતંગના કે દોરી પકડકાનો લોભ જતો કરી એ તે પણ એટલુ& જ જરોરી છે. પાવલીના પતંગ માટે કે પાંચ મીટરની દોરી માટે આપણે અપાણા લાખ રૂપિયાનો જાન ગુમાવીએ એ કોઈ પણ રીતે આપણને શોભતું નથી. આપણે આ બાબતે ધ્યાન રાખી તો ઉતરાયણ ઉજવીએ .. ​ Shared by WebDunia
શિયાળાની સવાર
શિયાળાની સવાર
કોઈ પણ ઋતુની સવાર આમ તો પોતાની રીતે જ આહલાદક જ હોય છે, પરંતુ હેમંતના પરોઢ તો અપૂર્વ આનંદદાયક હોય છે. હેમંતના પરોઢની નયનરમ્યતા, શીતળતા અને સ્વાભાવિક્તા તો કંઈ ઓર જ હોય છે. હેમંતના પરોઢનુ ફુલ ગુલાબી વાતાવરણ એટલે તો બાર મહિના ચાલે એટલો શક્તિસ્ફૂર્તિનો ખજાનો ભરી લેવા માટેની સુવર્ણ તક ! શિયાળાની રાતના છેલ્લા પ્રહરના વાતાવરણમાં કાતિલ ઠંડી પ્રસરેલી હોય છે. આખું વાતાવરણ જાણે એક વિરાટ શીતઘરમાં ફેરવાઈ જાય છે. ધીમે ધીમે ભળભાંખળું થતાં પૂર્વની ક્ષિતિજે રંગોની અદ્દભુત છટા સાથે સૂર્યના કોમળ કિરણો જ્યારે પૃથ્વી પર પથરાય છે, ત્યારે સમગ્ર પ્રકૃતિ જાણે હસું હસું થઈ રહે છે. આકાશ સોનેરી રંગે રંગાઈ જાય છે. વાતાવરણમાં હળવે હળવે સ્ફૂર્તિદાયક ઉષ્મા પ્રસરે છે. રાતભર કડકડતી ઠંડીમાં ઠૂંઠવાતી રહેલી વનસ્પતિમાં નવચેતનનો સંચાર થાય છે. વૃક્ષો જાણે સમાધિમાંથી જાગી ઊઠે છે અને ફૂલવેલીઓ આનંદથી ઝૂમવા લાગે છે. પુષ્પો અને પર્ણો પર પડેલાં ઝાકળનાં બિંદુઓ સૂર્યના પ્રકાશમાં મોતીની જેમ ચળકે છે. માળામાં ભરાયેલાં પક્ષીઓ જાગી ઊઠે છે અને મીઠાં ગીતો ગાઈ ઊગતી પરોઢનું સ્વાગત કરે છે. શિયાળાની રમણીય સવાર સ્ફૂર્તિદાયક અને ઉત્સાહવર્ધક હોય છે. ગામડામાં વહેલી સવારે લોકો પોતપોતાની દૈનિક પ્રવૃત્તિઓ શરૂ કરી દે છે. મહિયારીઓ મહી મથવાની કામગીરીમાં લાગી જાય છે. ઘમ્મર વલોણાં ગાજી ઊઠે છે. ‘દૂધ લ્યો રે, દૂધ’ નો પોકાર કરતી રબારણો ઠંડીની પરવા કર્યા વિના શેરીએ શેરીએ ઘૂમે છે. વૃદ્ધો ને મોટેરાંઓ તાપણાંની આસપાસ ગોઠવાઈને અલકમલકની વાતો કરે છે. પ્રભાતિયાં અને દુહાના મીઠા સૂરોથી ગામડાનું વાતાવરણ જીવંત બની જાય છે. શિયાળાની વહેલી સવારે કેટલાક યુવાનો, બાળકો તેમજ વૃદ્ધો ફરવા અને દોડવા નીકળી પડે છે. જો કે કેટલાક ‘સૂર્યવંશીઓ’ સવારની આવી તાજગીને માણવાને બદલે રજાઈ-કામળા ઓઢીને નિરાંતે સૂઈ રહે છે ! ઘણા લોકો શિયાળાની સવારે તેલમાલિસ કરાવે છે. વહેલી સવારે કડકડતી ટાઢમાં ખેડૂતો પોતાના બળદોને લઈને ખેતરે જાય છે. બળદોની ડોકે બાંધેલા ઘૂઘરાનો મીઠો રણકાર અત્યંત કર્ણપ્રિય લાગે છે. ગોવાળો ગાયોનાં ધણને ચરાવવા માટે નીકળી પડે છે. મંદિરોનો દિવ્ય ઘંટનાદ શ્રદ્ધાળુ લોકોનાં હૃદયમાં ભક્તિમય સંવેદનો જગાવે છે. પરંતુ, મોટાં શહેરોમાં શિયાળાની સવાર અન્ય ઋતુઓની સવારથી ખાસ જુદી પડતી નથી. વાહનવ્યવહારનો ઘોંઘાટ, જાહેર નળો પર થતો બાલદીઓનો ખખડાટ અને મિલોનાં ભૂંગળાંનો શોર દરેક ઋતુમાં સાંભળવા મળે છે. આમ છતાં, શિયાળાની સવારની ગુલાબી ઠંડી શહેરીજનોને પણ નવી તાજગી અને સ્ફૂર્તિનો અનુભવ કરાવે છે. શાળાઓ અને કૉલેજોનાં પર્યટનો શિયાળામાં જ યોજાય છે. વિદ્યાર્થીઓ પર્યટનનો આનંદ માણે છે. શિયાળો એ લગ્નની ખાસ મોસમ ગણાય છે. હેમંતના પરોઢે નીલ ગગનની શોભા અને ઉત્સાહ ઘેલા પંખીઓનો કલરવ શરીરમાં તાજગી ભરી દે છે. શિયાળામાં ખાવા-પીવાની અનેરી મજા હોય છે. શિયાળામાં જાતજાતનાં ફળો અને લીલાંછમ શાકભાજી બજારમાં ઠલવાય છે. શિયાળામાં ગરમ ગરમ પોંક, ઊંધિયું ને જલેબી ખાવાનો ખાસ રિવાજ છે. ઘણા લોકો શિયાળામાં અડદિયા પાક અને જાતજાતનાં વસાણાંનું સેવન કરે છે. આમ, શિયાળાની સુંદર સવાર માનવજાતને તાજગી અને સ્ફૂર્તિનો સંદેશો આપે છે. તે મનુષ્યને ઉલ્લાસ અને સ્ફૂર્તિથી ભરી દે છે.
Didn't find the essay you were looking for? 
bottom of page