સ્વતંત્રતા દિવસ
ભારત એક વિશાળ દેશ છે. તેમા અનેક ધર્માનુયાયી વિવિધ જાતિયો વિવિધ ભાષા બોલનારા લોકો રહે છે. વેશભૂષા ખાન-પાન બોલચાલની દ્રષ્ટિએ વિવિધતા લક્ષિત થાય છે. પણ આ અનેકતાની પાછળ એકતાની ભાવના ચોક્કસ રહેલી છે. આ અહીની સામાજીક સંસ્કૃતિની વિશેષતા રહી છે.
એકતાની આ અનુભૂતિને આપણે સામાજીક રાજનૈતિક જીવનના નિર્માણમાં મદદ કરી છે. આપણા દેશમાં ધર્મ અને મજહબને માનવાની પુર્ણ સ્વતંત્રતા છે. પણ તેનો અયોગ્ય લાભ ન ઉઠાવવો જોઈએ. ધર્મ અને મજહબ ત્યા સુધી છે જ્યા સુધી દેશ સુરક્ષિત છે.
જો દેશની સ્વતંત્રતા જ સંકટમાં પડી જશે તો આપણે અને આપણો ધર્મ ક્યાયના નહી રહે. આપણે એ વાતોને પ્રોત્સાહિત કરવાની છે જેમા એકતાની ભાવના મજબૂત થાય છે. ભાવનાત્મકતા એકતાની સૌથી મોટી જરૂરિયાત છે.
એ હ્રદય નહી પત્થર છે. જેમા સ્વદેશનો પ્રેમ નથી
વાસ્તવમાં માતા અને માતૃભૂમિના મોહથી મનુષ્ય મૃત્યુ સુધી મુક્ત નથી થતો. આ બંનેના એટલા ઉપકાર હોય છે કે માનવ તેમાંથી આજીવન ઋણમુક્ત નથી થઈ શકતો. માતૃભૂમીના સન્માનની રક્ષા માટે તે પોતાનુ બલિદાન આપવામાં પરમ આનંદ અનુભવે છે. Content shared by Gujju Student website. દેશહિત માટે પોતાનુ સર્વસ્ત્ર બલિદાન કરવામાં જે સુખ શાંતિ મળે છે તેનુ મૂલ્ય કોઈ સાચો દેશ ભક્ત જ સમજી શકે છે.
દેશ સેવા અને પરોપકાર જ તેનો ધર્મ હોય છે. દેશવાસીઓના સુખ દુખમાં જ તેનુ સુખ દુખ રહેલુ હોય છે. તેની અંતરાત્મા સ્વાથરહિત હોય છે દેશની સર્વાગીણ ઉન્નતિ માટે સ્વદેશ પ્રેમ પરમ જરૂરી છે. જે દેશના નિવાસી પોતાના દેશના કલ્યાણમાં પોતાનુ કલ્યાણ પોતાના દેશના અભ્યુદયમાં પોતાનો ઉદય સમજવો જોઈએ.
Written by
D B Kothari
Category
તહેવાર
Verification status:
Disclaimer:
-
અમે અહીં નિબંધ તેમજ અન્ય તમામ સામગ્રીઓને પ્રસિદ્ધ કરતા પહેલા પૂરતી ચકાસણી કરીએ છીએ; તેમ છતાં, અમે આપને વિનંતી કરીએ છીએ કે તમે ભાષાકીય ભૂલો (ક્ષતિ) અને/કે અન્ય પ્રકારની ભૂલ તેમજ આંકડાકીય માહિતીને ચેક કરી લેવી.
-
યુઝર્સ દ્વારા બનાવાયેલ (યુજીસી) એ ગુજ્જુ સ્ટુડન્ટ દ્વારા જાતે રીવ્યુ કરવામાં આવતું નથી. ગુજ્જુ સ્ટુડન્ટ અને/કે તેની કોઈ પણ સંબંધિત સંસ્થા/વ્યક્તિ એ આવા કોઈપણ કારણોથી સર્જાતા નુકસાન માટે જવાબદાર ગણાશે નહિ.
-
અહીં દર્શાવેલ કન્ટેન્ટ માત્ર અને માત્ર રેફ્રન્સ (સંદર્ભ) અને શિક્ષણ હેતુ માટે જ છે તેમજ તે આખું લખાણ કે તેનો કોઈપણ અંશ, અન્ય કોઈ જગ્યા પર વાપરતા કે અન્ય કોઈપણ સ્વરૂપે વાપરતા પહેલા લેખક તેમજ સંદર્ભની લેખિત પરવાનગી લેવી જરૂરી છે.
-
This feature of Gujju Student allows any User to post content, therefore; if you see your content being displayed on this website or have DMCA claims, please write to hello@gujjustudent.com for immediate removal of content.
Not reviewed