વીર ભગતસિંહ
ભારત તો વીરોની ભુમી કહેવાય છે. તેવા એક મહાન શહીદ વીર થઈ ગયાં જેમનું નામ હતું ભગતસિંહ. ન જાણે કેટલાયે વીરો થઈ ગયાં અહીંયા અને આગળ પણ થશે પરંતુ ભગતસિંહ જેવા ન તો કોઇ પહેલા થયાં હતાં કે ન આગળ થશે. છતાં પણ તે દરેક વ્યક્તિ માટે એક જબરજસ્ત પ્રેરણારૂપ સમાન છે. જે ખુબ જ ઓછુ જીવ્યા પણ એકદમ ખુમારીથી અને કોઇ પણની ગુલામી વિના. તેઓ હાલ પણ દેશભક્તિની એક જીવતી જાગતી મિશાલ છે.
ભગત સિંહ કે જેમનુ નામ લેતા જ આપણી અંદર એક પ્રકારનું જનુન આવી જાય છે અને એક સાચા દેશભક્તની છબી આપણી સામે આવી જાય છે તેઓ માત્ર 23 વર્ષની ઉંમરમાં જ શહીદ થઈ ગયાં હતાં અને આટલી નાની ઉંમરમાં પણ તેઓએ દેશ માટે ઘણુ બધુ કર્યું હતું. કે જેને આપણે સદીઓ સુધી ભુલી શકીએ તેમ નથી. તેઓ આજે પણ નવયુવાનો ને જાણે કે પ્રેરણા આપતાં હોય તેવું લાગે છે.
પિતાનું નામ સરદાર કિશનસિંહ હતું. ભગતસિંહ નાનપણથી જ દેશભક્તિના વાતાવરણમાં જન્મ્યા હતાં. પરંતુ કરતાર સિંહનાં મૃત્યુંની તેઓના મગજ પર ખુબ જ ઉંડી અસર થઈ હતી જેઓને તેઓ પોતાના આદર્શ માનતા હતા અને તેમને 19 વર્ષની ઉંમરે ફાંસી પર લટકાવી દીધા હતાં. તેમને મનમાં નિશ્ચય કર્યો હતો કે ગમે તે થાય પરંતુ તેઓ અંગ્રેજોને ભારતમાંથી ભગાવીને જ જંપશે તેના માટે તેઓ પોતાની કુરબાની આપવા માટે પણ તૈયાર થઈ ગયાં હતાં.
જ્યારે જલીયાવાલા બાગનો હત્યાંકાંડ થયો હતો તે સમયે અંગ્રેજોએ હજારો નિર્દોષો પર ગોળીઓ ચલાવી હતી જે જોઈને ભગતસિંહનું મન ખુબ જ હચમચી ગયું હતું. તે વખતે તેઓએ ત્યાં પડેલા શહીદોના લોહીને અડકીને અંગ્રેજોને ભગાડવાની કસમ લીધી હતી. તેમના આ સાહસમાં તેમના ભાગીદાર હતાં સુખદેવ અને રાજગુરુ. જે તેમના ખાસ મિત્રો હતાં.
સાઇમન કમીશનને કારણે લાલા લજપતરાયનું મૃત્યું થયું હતું તેથી ભગતસિંહ અને રાજગુરુએ ભેગા મળીને સાયમન કમીશન મી. સુંદરની હત્યા કરી હતી. ત્યાર બાદ તેઓએ અંગ્રેજો દ્વારા જાહેર કરેલ 'યુનીયન ડીસપ્યુટ બીલ' અને ' પબ્લીક સેફ્ટી બીલ' નો વિરોધ કર્યો હતો. અને બ્રીટીશ ગવરમેન્ટની એસેમ્બલીમાં બોમ્બ ફેક્યો હતો. તેથી ભગતસિંહ અને તેમના મિત્રોની ધરપકડ કરવામાં આવી હતી. અને ત્યાર બાદ 1929, 8મી એપ્રીલે ભગતસિંહ સહિત સુખદેવ, રાજગુરુ અને શિવારામને ફાંસી આપવામાં આવી હતી. This content was shared by Gujju Student.
ફ્કત 23 વર્ષની નાની ઉંમરમાં જ ભગતસિંહે દેશ માટે ઘણુ બધુ કર્યું હતું. તેથી તેમને શહીદ ભગતસિંહ કહેવામાં આવે છે. આજે પણ દેશમાં જો કોઇ નવયુવાન કાંઇ સાહસનું કામ કરે તો તેને ભગતસિંહ સાથે સરખાવવામાં આવે છે. ભારત એક મહાન દેશ છે કે જેમાં આવા શહીદ વીરો તે સમયે પણ હતાં અને અત્યારે પણ છે જે દેશના નામે કાંઇ પણ કરવા માટે તૈયાર છે. પોતાની માતૃભુમિની રક્ષા માટે આજે પણ બોર્ડર પર બેસીને તેની રક્ષા કરનાર યુવાનો છે કે જેઓ વિચારે છે અમને ચાહે ગમે તે થઈ જાય પરંતુ મારા રાષ્ટ્ર પર આંચ ન આવવી જોઈએ. તેથી તો આજે ભારત સામે આંખ ઉંચી કરીને જોવાની કોઇની હિંમત નથી થતી.
ભગતસિંહ જેવા શહીદવીરોને કારણે આપણને આઝાદી મળી હતી અને આજે તેવા જવાનોને કારણે આપણો દેશ સુરક્ષીત છે અને આપણે શાંતિથી રહી શકીએ છીએ. ધન્ય છે આવા જવાનોને અને ધન્ય છે તેમની જનેતાઓને પણ જેઓ આવા વીરોને જન્મ આપે
This content was shared by Gujju Student & WebDunia
Written by
D B Kothari
Category
વ્યક્તિ
Verification status:
Disclaimer:
-
અમે અહીં નિબંધ તેમજ અન્ય તમામ સામગ્રીઓને પ્રસિદ્ધ કરતા પહેલા પૂરતી ચકાસણી કરીએ છીએ; તેમ છતાં, અમે આપને વિનંતી કરીએ છીએ કે તમે ભાષાકીય ભૂલો (ક્ષતિ) અને/કે અન્ય પ્રકારની ભૂલ તેમજ આંકડાકીય માહિતીને ચેક કરી લેવી.
-
યુઝર્સ દ્વારા બનાવાયેલ (યુજીસી) એ ગુજ્જુ સ્ટુડન્ટ દ્વારા જાતે રીવ્યુ કરવામાં આવતું નથી. ગુજ્જુ સ્ટુડન્ટ અને/કે તેની કોઈ પણ સંબંધિત સંસ્થા/વ્યક્તિ એ આવા કોઈપણ કારણોથી સર્જાતા નુકસાન માટે જવાબદાર ગણાશે નહિ.
-
અહીં દર્શાવેલ કન્ટેન્ટ માત્ર અને માત્ર રેફ્રન્સ (સંદર્ભ) અને શિક્ષણ હેતુ માટે જ છે તેમજ તે આખું લખાણ કે તેનો કોઈપણ અંશ, અન્ય કોઈ જગ્યા પર વાપરતા કે અન્ય કોઈપણ સ્વરૂપે વાપરતા પહેલા લેખક તેમજ સંદર્ભની લેખિત પરવાનગી લેવી જરૂરી છે.
-
This feature of Gujju Student allows any User to post content, therefore; if you see your content being displayed on this website or have DMCA claims, please write to hello@gujjustudent.com for immediate removal of content.
Not reviewed