Rubaroo Talks
A 16 Year old developer with 100,000 App downloads! Talk with Hitarth Sheth
ગુજ્જુ સ્ટુડન્ટની શરૂઆત હિતાર્થ શેઠ દ્વારા સપ્ટેમ્બર 2017 માં કરાઈ હતી. હિતાર્થ જયારે 9મા ધોરણમાં હતો ત્યારે ગુજ્જુ સ્ટુડન્ટ પ્લેટફોર્મ શરુ કરવામાં આવ્યું હતું મુસાફરીને લીધે તે શાળાના કેટલાક વર્ગો ભરવાનું ચૂકી ગયો હતો અને બાકી રહી ગયેલા અભ્યાસક્રમને પૂરો કરવા માટે, તે યુ ટ્યુબ પર ગુજરાતી ભાષામાં ગણિત અને વિજ્ઞાન વિષયના સારો વિડીયોઝ શોધી શક્યો ન હતો અને અંગ્રેજી ભાષાના વિડિયોઝ તે સમયના ગુજરાતી માધ્યમના અભ્યાસક્રમ કરતા જુદા હતા.
આ પહેલા, હિતાર્થે યુ ટ્યુબનો ઉપયોગ કરીને 7 મા ધોરણમાં હતો ત્યારે તેણે એપ્લિકેશન્સ ડેવલપ કરવાનું શીખી લીધું હતું. તેમણે વિચાર્યું, "જો સેન્ટ્રલ બોર્ડ માટે ઘણી એપ્સ હોય - તો પછી આપણા જેવા ગુજરાતી વિદ્યાર્થીઓ માટે કેમ નહીં?" બસ, ત્યારથી ગુજ્જુ સ્ટુડન્ટની આ સફર વિદ્યાર્થીઓને અવનવી પદ્ધતિઓથી મદદ કરવા માટે સતત કાર્યશીલ રહી છે. હિતાર્થ દ્રઢપણે માને છે કે શિક્ષણ જગતમાં ટેક્નોલોજી એક ઘણો મોટો ભાગ ભજવી શકી છે અને દેશના બાળકો માટે સમાન કક્ષાની શિક્ષણ પ્રાપ્ત કરવાની તક પૂરી પાડી શકે છે.
ગુજ્જુ સ્ટુડન્ટ વિશે
- કાવ્યા, ધોરણ 10
હું જ્યારે મુસાફરીમાં હોવ છું ત્યારે પણ એપ ઘણું કામ લાગે છે પણ ઘણા એન્ગેજીંગ છે. હાલ હું મારા બોર્ડ્સની તૈયારી કરું છું ત્યારે રીવીઝન માટે નોટ્સ પણ મદદરૂપ થાય છે.
સમાચારોમાં
અમારા વિશે
હિતાર્થને એવું પ્લેટફોર્મ બનાવવા માટે કઈ રીતે પ્રેરણા મળી, જે આજે હજારો ગુજરાતી વિદ્યાર્થીઓને વધુ સારી રીતે શીખવામાં મદદ કરે છે?