ES0008
top of page

સરદાર વલ્લભભાઇ પટેલ

સરદાર વલ્લભભાઇ પટેલનું નામ સાંભળતાની સાથે જ જાણે કે આપણે એક પ્રકારનો ગર્વ અનુભવીએ છીએ. સરદાર વલ્લભભાઇ પટેલ એક અજોડ પ્રતિભા હતાં.

આપણા લોક લાડીલા અને આઝાદીની ચળવળમાં મહત્વનો ભાગ ભજવનાર સરદાર વલભભાઇ પટેલને આપણે આજે આટલા વર્ષો પછી પણ ભુલી શકીએ તેમ નથી. કેમકે તેમને જે અમુલ્ય યોગદાન આપ્યુ છે આપણા દેશ માટે તેને આપણી કેવી રીતે ભુલી શકીએ! સરદાર વલ્લભભાઇ પટેલ કે જેઓને લોખંડી પુરુષ તરીકે ઓખવામાં આવે છે તેઓનો જન્મ ગુજરાતમાં નડિયાદના એક સામાન્ય ખેડુતના ઘરમાં 31મી ઓક્ટોમ્બર, 1875માં થયો હતો. તેમના માતા-પિતા ખુબ જ ધાર્મિક હતાં. વલ્લભભાઇએ તેમનું શિક્ષણ ગુજરાતીમાં જ લીધું હતું. ત્યાર બાદ તેઓ 1910માં વકીલાત માટે ઇગ્લેંડ ગયાં હતાં. 1913માં તેઓને વકીલની પદવી મળ્યા બાદ ભારત પાછા ફર્યા હતાં. ત્યાર બાદ તેઓ ગાંધીજીથી પ્રભાવીત થઈને આઝાદીની ચળવળ માટે તેમની સાથે જોડાઇ ગયાં હતાં. ગાંધીજી અને સરદાર વલ્લભભાઇનો સંબંધ ગુરુ-શિષ્ય જેવો હતો.

વલ્લભભાઇને ખેડૂતો પ્રત્યે ખુબ જ પ્રેમ હતો. તેથી તેઓએ ખેડૂતો માટે ખુબ જ સારા કાર્યો કર્યાં હતાં. જ્યારે 1928માં સરકારે ખેડૂતો પર જમીનને લગતો ટેક્સ નાંખ્યો ત્યારે તેઓએ ખેડૂતોને સત્યાગ્રહ માટે તૈયાર કર્યાં અને તે ટેક્સ ભરવાની મનાઇ કરી દીધી. તેઓએ ખેડૂતો સાથે મળીને બારડોલી સત્યાગ્રહ કર્યો હતો.

તેથી સરકારે વલ્લભભાઇને અને ખેડૂતોને પણ જેલમાં પુરી દીધા હતાં. ત્યારથી ગાંધીજીએ તેમને 'સરદાર'નું બીરુદ આપ્યુ હતું.

1930 માં જ્યારે ગાંધીજીએ મીઠા માટે સત્યાગ્રહ કર્યો હતો ત્યારે તેમાં પણ વલ્લભભાઇ તેમની સાથે હતાં. 1942માં ગાંધીજીએ 'ભારત છોડો' આંદોલન શરૂ કર્યું ત્યારે પણ બ્રીટીશ સરકારની વિરુધ્ધ વલ્લભભાઇ તેમની સાથે હતાં તેથી બ્રીટીશ સરકારે ગાંધીજી, જવાહરલાલ સહિત વલ્લભભાઇને પણ જેલમાં પુરી દીધા હતાં. તેઓ પોતાના દેશ માટે ઘણી વખત જેલમાં ગયાં હતાં. તેઓ જ્યારે જેલમાં હતાં તે સમયે જ તેઓના માતા પિતાનું મૃત્યું થઈ ગયું હતું છતાં પણ તેઓ સહેજ પણ નહોતા ડગ્યાં.

તેઓનુ મૃત્યું 1950માં ડીસેમ્બરમાં બોમ્બેમાં થયું હતું. તે સમયે જાણે કે ગુજરાતને કોઇ મહાન યોધ્ધો ગુમાવ્યો હોય તેટલો આધાત લાગ્યો હતો. ગુજરાતમાં આવા મહાન પુરૂષો પહેલા પણ હતાં અને આજે પણ છે અને હંમેશા થતાં આવશે. પણ બીજા સરદાર વલ્લભભાઇ પટેલ ક્યારે મળશે તે ખબર નથી. આવા મહાનુભવોને લીધે જ આજે ગુજરાતનો જયજયકાર થઈ રહ્યો છે.

Written by

D B Kothari

Category

વ્યક્તિ

Verification status:

Disclaimer:

  • અમે અહીં નિબંધ તેમજ અન્ય તમામ સામગ્રીઓને પ્રસિદ્ધ કરતા પહેલા પૂરતી ચકાસણી કરીએ છીએ; તેમ છતાં, અમે આપને વિનંતી કરીએ છીએ કે તમે ભાષાકીય ભૂલો (ક્ષતિ) અને/કે અન્ય પ્રકારની ભૂલ તેમજ આંકડાકીય માહિતીને ચેક કરી લેવી.

  • યુઝર્સ દ્વારા બનાવાયેલ (યુજીસી) એ ગુજ્જુ સ્ટુડન્ટ દ્વારા જાતે રીવ્યુ કરવામાં આવતું નથી. ગુજ્જુ સ્ટુડન્ટ અને/કે તેની કોઈ પણ સંબંધિત સંસ્થા/વ્યક્તિ એ આવા કોઈપણ કારણોથી સર્જાતા નુકસાન માટે જવાબદાર ગણાશે નહિ.

  • અહીં દર્શાવેલ કન્ટેન્ટ માત્ર અને માત્ર રેફ્રન્સ (સંદર્ભ) અને શિક્ષણ હેતુ માટે જ છે તેમજ તે આખું લખાણ કે તેનો કોઈપણ અંશ, અન્ય કોઈ જગ્યા પર વાપરતા કે અન્ય કોઈપણ સ્વરૂપે વાપરતા પહેલા લેખક તેમજ સંદર્ભની લેખિત પરવાનગી લેવી જરૂરી છે. 

  • This feature of Gujju Student allows any User to post content, therefore; if you see your content being displayed on this website or have DMCA claims, please write to hello@gujjustudent.com for immediate removal of content. 

Not reviewed

નિબંધ

bottom of page