ધોરણ 10 - ગણિત (બેઝિક) - બ્લુપ્રિન્ટ, પ્રશ્નપત્રનું માળખું, ગુણભાર
- Gujju Student
- Jul 29, 2022
- 1 min read
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ 10 માટે શૈક્ષણિક વર્ષ 2021-22 માટે ગણિત (બેઝિક) વિષય માટે વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રનું પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે.
વાર્ષિક પરીક્ષાનો સમય ૩ કલાકનો રહેશે અને કુલ ગુણ 80 રહેશે.
નોંધઃ આ પરિરૂપ વિદ્યાર્થીઓ, શિક્ષકો, પ્રાશ્નિકો, મોડરેટર્સના માર્ગદર્શન માટે છે. જે તે વિષયોના પ્રાશ્નિક તેમજ મોડરેટર્સને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના બૃહદ્ હાર્દ ઉદ્દેશને સુસંગત રહી પ્રશ્નપત્રની સંરચના બાબતે ફેરફાર કરવાની છૂટ રહેશે.
હેતુઓ પ્રમાણે ગુણભાર
હેતુઓ | જ્ઞાન | સમજ | ઉપયોજન | વિશ્લેષણ | અનુમાન | કુલ ગુણ |
ગુણ | 32 | 28 | 16 | 02 | 02 | 80 |
ટકા (%) | 40% | 35% | 20% | 2.5% | 2.5% | 100% |
Comments