top of page

ગુજરાત બોર્ડ પરીક્ષા સ્થગિત કરાઈ: 3 મુદ્દાઓ

ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમણના વધારાને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય હિતમાં નિર્ણય લીધા છે, જે નીચે મુજબ છે:

ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ, હાલ પૂરતી મોકૂફ રખાય છે. તારીખ બાબતે નિર્ણય 15મી મેના રોજ પરિસ્થિતિને આધારે લેવામાં આવશે અને 15 દિવસ અગાઉ જાણ કરાશે.
ધોરણ 1 થી 9 તેમજ 11 માટે પરીક્ષાઓ રખાશે નહિ અને તમામને માસ પ્રમોશન આપવામાં આવશે.
સમગ્ર રાજ્યમાં ધોરણ 1 થી 12 ના વર્ગોમાં વર્ગખંડમાં શિક્ષણ આગામી 10 મી મે સુધી અથવા રાજ્ય સરકાર દ્વારા અન્ય આદેશ ના થાય ત્યાં સુધી બંધ રાખવામાં આવશે.


75 views0 comments
bottom of page