ડૉ.એ.પી.જે.અબ્દુલ કલામ
ડૉ.એ.પી.જે.અબ્દુલ કલામ ભારતના એરોસ્પેસ વૈજ્ઞાનિક હતા અને ઇ. સ. ૨૦૦૨થી ૨૦૦૭ સુધી ભારતના રાષ્ટ્રપતિ પદે રહ્યા હતા.
જન્મ :
૧૫ ઓક્ટોબર ૧૯૩૧, રામેશ્વરમ;
મૃત્યુ:
૨૭ જુલાઇ ૨૦૧૫, શિલોંગ
તેમનો જન્મ અને ઉછેર તમિલનાડુ રાજ્યના રામેશ્વરમ ખાતે થયો હતો.
તેમણે ભૌતિકવિજ્ઞાનનો અભ્યાસ સેંટ જોસેફ કોલેજ, તિરુચિરાપલ્લી અને એરોસ્પેસ ઇજનેરીનો અભ્યાસ મદ્રાસ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી(MIT), ચેન્નઈ ખાતેથી કર્યો હતો.
કારકિર્દીના શરૂઆતના ચાર દશકમાં તેઓ એક વૈજ્ઞાનિક અને વૈજ્ઞાનિક પ્રશાસકના રૂપમાં મુખ્યત્ત્વે સંરક્ષણ અને વિકાસ સંગઠન (ડી.આર.ડી.ઓ) તેમજ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો) ખાતે કાર્યરત રહી ભારતના અંતરિક્ષ કાર્યક્રમ તેમજ મિસાઇલ વિકાસ પ્રકલ્પ સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલા હતા.
બેલેસ્ટીક મિસાઇલ અને પ્રક્ષેપણ વાહન પ્રૌદ્યોગિકીના વિકાસમાં તેમના પ્રદાન બદલ તેઓ મિસાઇલમેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે.
૧૯૯૮ના પોખરણ પરમાણુ પરિક્ષણ કાર્યક્રમમાં તેમને મહત્વની ભૂમિકા ભજવી હતી.
૨૦૦૨ના રાષ્ટ્રપતિ નિર્વાચનમાં સતાધારી ભારતીય જનતા પાર્ટી અને તત્કાલીન વિપક્ષ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સમર્થનથી ભારતના ૧૧મા રાષ્ટ્રપતિ બન્યા હતા. તેમની અનોખી કાર્યપદ્ધતિને કારણે તેઓ ખૂબ પ્રખ્યાત થયા અને "જનસામાન્યનાં રાષ્ટ્રપતિ" (પીપલ્સ પ્રેસીડેન્ટ) તરીકે લોકચાહના મેળવી.
રાષ્ટ્રપતિ પદના કાર્યકાળ બાદ તેઓ શિક્ષણ, લેખન અને સાર્વજનિક સેવાના નાગરિક કાર્યમાં સક્રીય રહ્યા હતા. તેમને ભારતના સર્વોચ્ચ સન્માન ભારત રત્ન સહિત ઘણા પ્રતિષ્ઠિત પુરસ્કારો પ્રાપ્ત થયા હતા.
ભારતના મેઘાલય રાજ્યના પાટનગર શિલોંગ ખાતે ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ શિલોંગમાં વ્યાખ્યાન આપતી વખતે હ્રદય રોગના હુમલાને કારણે ૨૭ જુલાઇ ૨૦૧૫ના દિવસે ૮૩ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું. રાષ્ટ્રીય સ્તરની ગણમાન્ય વ્યક્તિઓ સહિત હજારો લોકોની હાજરીમાં તેમના વતન રામેશ્વરમ ખાતે પૂરા રાજકીય સન્માન સાથે તેમની દફનવિધિ કરવામાં આવી હતી.
This article has been prepared by Gujju Student with help of Wikipedia Gujarati.
વ્યક્તિઓ > વૈજ્ઞાનિક
Classes
ધોરણ 5
ધોરણ 6
ધોરણ 7
ધોરણ 8
ધોરણ 9
ધોરણ 10
ધોરણ 11 આર્ટ્સ
ધોરણ 11 કોમર્સ
ધોરણ 11 સાયન્સ
ધોરણ 12 આર્ટ્સ
ધોરણ 12 કોમર્સ
ધોરણ 12 સાયન્સ
Products
Company
About us
About Founder
Team
Educators
Ambassadors
Webinars
Get Involved
Press
Privacy Policy
Contact us
Help Center
Gujju Student is an online learning platform for students studying in Gujarati in Classes 5th to 12th
Learning app for
Gujarat State Board Students
(C) 2017-2020 Gujju Student. All Rights Reserved by their respective owners.
Gujju Student is a part of Buddhimaan, Inc.